હીર ઓફ આહિર મેગેજીન​​​​ હવે આંગળીઓના ટેરવે


આહિર ઇતિહાસ

આહીર મુખ્યત્વે એક પ્રાચીન ભારતીય યદુવંશી ક્ષત્રિય[૧] જાતિ છે, જેમના સદસ્યો ને યાદવ સમુદાયના નામથી પણ ઓળખવામાં આવે છે તથા અહીર, યાદવ અને રાવ સાહબ કહેવામાં આવે છે,[૨][૩] કેમકે આ શબ્દો ને એક બીજાના પર્યાયવાચી મનાય છે. અત્યાર સુધી ની ખોજ અનુસાર અહીર, આભીર અથવા યદુવંશ નો ઇતિહાસ ભગવાન વિષ્ણુ, અત્રિ, ચંદ્ર, તારા, બુધ, ઈલા, પુરુરવા-ઉર્વશી ઇત્યાદિ થી સંબંધિત છે.[૪] ટોડની 36 રોયલ રેસ ની સૂચિમાં પણ આહીરો શામેલ છે.[૫]

આહીર એક પ્રાચીન લડાયક જાતિ[૬] છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે.[૭] ભારતની આહીર જાતિ પ્રાચીન કાળથી ભારત અને નેપાળના વિભિન્ન ભાગોના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને સાયથિઅન્સ (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહીરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો તેમ જ પશુપાલકો પણ હતા. આહીર જનજાતિના લોકો પરંપરાગત રીતે ગૌપાલક તેમ જ ગોવાળો છે. પવિત્ર ગાયો સાથેના આ સંબંધે એમને વિશેષ દરજ્જો આપ્યો છે.[૮] તેઓ સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આમ તો તેઓ પશ્ચિમ ગુજરાતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ રાજસ્થાનમહારાષ્ટ્રપંજાબઉત્તર પ્રદેશબિહાર અને નેપાળમાં પણ જોવા મળે છે. આહીરો ભારતના ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે. આહીર સમુદાય તરાઈમાં મોટી સંખ્યામાં મોજુદ છે, જે દક્ષિણ ભાગમાં આવે છે. આહીરોનો જાટ સાથે નજીકનો ગોત્ર સંબંધ જોવા મળે છે. તેઓનો શારિરીક બાંધો પણ એકસરખો જોવા મળે છે. આહીરોનો મુખ્ય તહેવાર દિવાળી અને જન્માષ્ટમી છે. ભારત માં આશરે ૪ કરોડ આહીરો છે.

Published and writer

SWAPNIL BHATIYA


@Created bye Malde Kandoriya